4 માર્ચ, 2014

16મી લોકસભાની ચૂંટણી માટે ઈલેક્શન કમિશને કરી જાહેરાત, આજથી આચાર સંહિતા લાગુ ..................!




- પ્રથમ તબક્કાનું મતદાન 7 એપ્રિલે

- 30 અપ્રિલે ગુજરાતમાં મતદાન


ચુંટણી પંચે આવનારી 2014ની લોકસભાની ચુંટણીને અનુલક્ષીને આજે સવારે વિવિધ પ્રકારની જાહેરાતો કરી હતી જેમાં જણાવાયુ છે કે ગત વખતની ચુંટણી કરતા આ વખતે 10 કરોડ મતદારો વધારે છે. જે કુલ 81.4 કરોડ મતદારો થાય છે.

આ ઉપરાંત 7 એપ્રિલે પ્રથમ તબક્કોનુ મતદાન યોજાશે ત્યારબાદ અનુક્રમે એપ્રિલ 9 (બીજુ તબક્કો), એપ્રિલ 10(ત્રીજુ તબક્કો), એપ્રિલ 12(ચોથુ તબક્કો), એપ્રિલ 17(પાંચમુ તબક્કો), એપ્રિલ 24 (છઠ્ઠો તબક્કો), એપ્રિલ 30(સાતમો તબક્કો), મે 7 (આઠમો તબક્કો), મે 12(અંતિમ અને નવમાં તબક્કે) યોજાશે.

આમ, ગુજરાતમાં 30 એપ્રિલના રોજ સાતમા તબક્કામાં ચુંટણી યોજાશે તેવુ ચુંટણી પંચે જાહેર કર્યું હતું.

- મતગણના 16 મેથી શરુ થશે

- આજથી જ આચારસહિતા લાગુ

- ચુંટણી ખર્ચ ઉપર ચાંપતી નજર રખાશે

- મતદાર ફોટો વૉટર સ્લીપનો પ્રથમ વખત ઉપયોગ

- લોકસભા ચુંટણી સાથે સાથે ત્રણ રાજ્યો ઓરીસ્સા, આંધ્ર પ્રદેશ અને સિક્કિમની વિધાનસભાની ચુંટણીઓ પણ યોજાશે

- 98.6 % મતદારો પાસે ફોટોવાળા ઓળખકાર્ડ

- લોકસભા ચુંટણીમાં પહેલી વખત NOTA વિકલ્પ