26 ફેબ્રુઆરી, 2014

news for talati mantri exam

રેવન્‍યુ તલાટી ભરતી કૌભાંડ સામે રાજકોટથી બીનરાજકીય લડતનો પ્રારંભઃ શનિવારે બેઠક.
---> રેવન્‍યુ તલાટી મંત્રીની ભરતી પ્રક્રિયામાં થયેલ કૌભાંડ વિરૂદ્ધમાં પરીક્ષા આપેલ ઉમેદવારો અને તે પૈકીના આગેવાનો હેઠળ રાજકોટમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
રેવન્‍યુ તલાટી મંત્રીની ભરતી પ્રક્રિયામાં ડો. કલ્‍યાણસિંહ ચંપાવતે લાંચ લઇ ગેરરીતિ આચરેલ છે જેના વિરૂદ્ધ પરીક્ષા આપેલ ઉમેદવારો પૈકીના આગેવાનો દ્વારા મધ્‍યમ વર્ગના તેમજ ગરીબ ઉમેદવારોને ન્‍યાય મળે તે માટેનું આંદોલન ઉમેદવારો પૈકીના આગેવાનો હેઠળ રાજકોટમાં શરૂ કરવામાં આવેલ છે.
ભરતી પ્રક્રિયામાં થયેલ ગેરરીતિ સામે અને મધ્‍યમ વર્ગના ઉમેદવારો સાથે થયેલ અન્‍યાય સામે રોષે ભરાયેલા ઉમેદવારો અને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનની શરૂઆત થઇ ગઇ છે. આંદોલન પાછળનો મુખ્‍ય હેતુ મધ્‍યમ વર્ગના, ગરીબ અને હોંશિયાર ઉમેદવારોને થયેલા ઘોર અન્‍યાય સામે સીબીઆઇ તપાસ કરે અને થયેલ ગેરરીતિમાં ન્‍યાય અપાવે તેમજ આવી ગેરરીતિથી થતી તમામ ભરતી પ્રક્રિયાને અટકાવી પારદર્શક બનાવે અને ખાત્રી સાથે વિશ્વાસ અપાવે કે ભવિષ્‍યમાં લેવાનાર તમામ ભરતીમાં કે ભરતી માટેની પરીક્ષામાં આવી ગેરરીતિ નહી થાય અને યુવાનોના ભવિષ્‍ય સાથે ચેડા નહીં થાય, તેમજ ભરતીમાં થયેલ કૌભાંડથી ફરીથી પરીક્ષા લેવાય તેવી પ્રચંડ માંગ રોષે ભરાયેલા ઉમેદવારો દ્વારા ઉઠી છે. આ માંગણીઓ સંતુષ્ટ રીતે પૂર્ણ કરવામાં નહીં આવે તો પરિણામો ગંભીર આવી શકે છે તેવી ચીમકી પણ ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ આપેલ છે અને આ અંગે રાજકોટના જાગૃત ઉમેદવારો દ્વારા તા. ૧-૩ શનિવારે સાંજે ૪:૦૦ વાગ્‍યે સ્‍થળઃ શિવશકિત કોલોની, બ્‍લોક નં. ૧૬૮, શહીદ ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ-૩૬૦૦૦પ ખાતે મીટીંગ રાખેલ છે.
જેમાં રાજકોટના તમામ ઉમેદવારોએ તથા જાગૃત નાગરિકોએ હાજર રહી આ ભ્રષ્ટાચાર વિરૂદ્ધના આંદોલનને ન્‍યાય માટે ઉગ્ર સ્‍વરૂપ આપી પોતાના અધિકારો મેળવવા અને આવા ગેરરીતિ આચરનારાઓ વિરૂદ્ધ વિશાળ જનશકિત દર્શાવવા ઉમેદવારો પૈકીના આગેવાનો દ્વારા સૌને એલાન-એ-જંગ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની મીટીંગમાં હાજર રહી સાથ આપવા ઉમેદવારો અને આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે. જાહેર આપવામાં આવે છે.
(૧) મૌલિકભાઇ ૯૯૯૮૯ ૧રર૬ર, (ર) પ્રશાંતભાઇ-૮૪૬૦૬ ૯૦૦૦પ (૩) બ્રીજેશભાઇ -૯૭ર૭૭ ૭૮૩૩૮ (૪) વિશાલભાઇ-૯૭રપ૮ ૮૬૦૦૭ વધુ માહિતી માટે સંપર્ક કરો