27 ફેબ્રુઆરી, 2014

good news

ચૂંટણી પહેલા યુપીએનો આખરી દાવઃ રાહતનો પટારો ખોલશે
કેન્‍દ્રીય કેબીનેટની બેઠકની તૈયારીઃ કેન્‍દ્રીય કર્મચારીઓના ડીએમાં ૧૦ ટકા વધારો થશેઃ નિવૃતિ વયમર્યાદા ૬૦થી વધારી ૬ર થશેઃ પ૦ ટકા ડીએ બેઝીકમાં ઉમેરાશેઃ મનરેગા હેઠળ રોજગારનો ગાળો ૧પ૦ દિવસ થશેઃ બીએસએનએલને ૭પ૦૦ કરોડની લોન પરનું વ્‍યાજ માફ કરાશેઃ યુરિયાની નવી નિવેષ નીતિ જાહેર થશેઃ ખાતર માટે નવી પ્રાઇસીંગ સિસ્‍ટમને મંજુરી અપાશે
નવી દિલ્‍હી તા.ર૭ : યુપીએ સરકાર લોકસભાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા જઇ રહી છે. સરકાર લોકલુભાવન જાહેરાતોનો પટારો ખોલવા જઇ રહી છે. આ માટેની ઉતાવળ એટલા માટે પણ છે કે જો મોડુ કરવામાં આવે તો ચૂંટણી આચારસંહિતા લાગુ થઇ જાય અને મતદારો આકર્ષાય તેવા નિર્ણયો લેવાનું અટકી જાય. આ જોતા યુપીએના પટારામાંથી કેટલીક મોટી જાહેરાતો થશે. કેન્‍દ્રીય કેબીનેટની બેઠક મળી રહી છે તેમાં કેન્‍દ્રીય કર્મચારીઓની નિવૃતિની ઉંમર બે વર્ષ વધારીને ૬ર કરવા, તેનો અમલ ૧લી માર્ચ ર૦૧૪થી કરવા, કેન્‍દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્‍થુ ૯૦ ટકા વધારીને ૧૦૦ ટકા કરવુ અને પ૦ ટકા ડીએ બેઝીકમાં મર્જ કરવુ, મનરેગા હેઠળ રોજગારીનો ગાળો ૧૦૦થી વધારીને ૧પ૦ કરવા, બીએસએનએલને આપવામાં આવેલા ૭પ૦૦ કરોડ રૂપિયાની લોન પરનું વ્‍યાજ કરવુ, હિન્‍દુસ્‍તાન ફોટોફિલ્‍મ કંપની માટે વીઆરએસનું એલાન, યુરિયાની નવી નિવેષ નીતિનું એલાન, ખાદ્ય માટે નવી પ્રાઇસીંગ સિસ્‍ટમને મંજુરી આપવી વગેરેનો સમાવેશ થાય છે.
લોકસભાની ચૂંટણી આડે ખુબ જ ઓછા દિવસો બાકી રહ્યા છે ત્‍યારે લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેન્‍દ્ર સરકાર દ્વારા કેન્‍દ્રીય કર્મચારીઓને રાહત આપવાની તૈયારી કરી લેવામાં આવી છે. કેન્‍દ્રીય કેબિનેટની મળનારી બેઠકમાં કેટલાક મહત્‍વપૂર્ણ નિર્ણયો કરવામાં આવી શકે છે.
આ બેઠકમાં કેન્‍દ્રીય કર્મચારીઓના ડીએમાં ૧૦ ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. હજુ સુધી કેન્‍દ્રીય કર્મચારીઓને ૯૦ ટકા ડીએ મળે છે. ડીએ એટલે કે મોંધવારી ભથ્‍થુ ૧૦૦ ટકા થવાની સાથે જ ૫૦ ટકા હિસ્‍સો કર્મચારીઓના મૂળભૂત પગાર એટલે કે બેઝિક પગાર સાથે જોડીદેવામાં આવશે. છઠ્ઠા વેતન પંચની ભલામણના આધાર પર આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય આ વર્ષે જાન્‍યુઆરીથી અમલી બનાવવામાં આવે તેવી શક્‍યતા દેખાઈ રહી છે. દેશમાં હાલ ૫૦ લાખ કેન્‍દ્રીય કર્મચારી છે. કેન્‍દ્ર દ્વારા તાજેતરમાં જ સાતમાં વેતન પંચની રચનાને મંજુરી આપવામાં આવી છે. સાથ સાથે કેન્‍દ્રીય કર્મચારીઓને વધુ એક રાહત આપવાની જાહેરાત પણ થઇ શકે છે.
એમ માનવામાં આવે છે કે સરકાર ચૂંટણીને ધ્‍યાનમાં લઇને નિવળત્તિ માટેની વયને ૬૦ વર્ષથી વધારીને ૬૨ વર્ષ કરવા જઈ રહી છે. એમ માનવામાં આવે છે કે, મળનારી બેઠકમાં કેન્‍દ્રીય કર્મચારીઓની નિવળત્તિ વયને ૬૦ વર્ષથી વધારીને ૬૨ વર્ષ કરવામાં આવશે. કેન્‍દ્રીય કેબિનેટની બેઠક ઉપર તમામની નજર કેન્‍દ્રિત થઇ ગઇ છે. સાતમાં વેતન પંચની રચનાને લીલીઝંડી આપવામાં આવ્‍યા બાદથી કર્મચારીઓમાં ભારે આશા જારી છે. ડીએ મર્જ કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી છે. ડીએમાં ૧૦ ટકાના વધારાની જાહેરાતથી ૫૦ લાખ કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્‍શનરોને સીધો ફાયદો થવાની શક્‍યતાદેખાઈ રહી છે. સતત બીજી વખત ડીએમાં બે આંકડામાં વધારો કરવામાં આવનાર છે. ગયા વર્ષે સપ્‍ટેમ્‍બર મહિનામાં ડીએને વધારીને ૯૦ ટકા કરાયો હતો તે વખતે પણ ડીએમાં ૧૦ ટકાનો વધારો કરાયો હતો. જુલાઈ-૨૦૧૩થી આને અમલી બનાવવાનો નિર્ણય કરાયો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, ડીએમાં વધારાને આ વર્ષે જાન્‍યુઆરીથી અમલી બનાવવામાં આવશે. કન્‍ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્‍ડેક્ષ અને અન્‍ય મોંધવારીના આંકડાને ધ્‍યાનમાં લઇને આ વધારો કરવામાં આવનાર છે. ૩૧મી જાન્‍યુઆરીના દિવસે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્‍યું હતું કે, ડિસેમ્‍બરના મહિના માટે રિટેલ ફુગાવો ૯.૧૩ ટકા હતો.
પ૦ લાખ કેન્‍દ્રીય કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્‍શનરોને જલ્‍સો પડી
નવી દિલ્‍હી,તા. ૨૭, કેન્‍દ્રીય કેબિનેટની અતિ મહત્‍વપૂર્ણ બેઠક યોજાનાર છે જેમાં અનેક મહત્‍વપૂર્ણ નિર્ણયો કરવામાં આવે તેવી શક્‍યતા દેખાઈ રહી છે. આ બેઠકમાં ડીએમાં વધારો કરીને તેને ૧૦૦ ટકા કરવામાં આવનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્‍શનરોને મોટી રાહત આપવાના હેતુસર કેન્‍દ્રીય કેબિનેટમાં કોઇ નિર્ણય લેવામાં આવે તેવી શક્‍યતા દેખાઈ રહી છે. નવા નિર્ણયને આ વર્ષે ૧લી જાન્‍યુઆરીથી અમલી બનાવવામાં આવે તેવી શક્‍યતા દેખાઈ રહી છે. કેન્‍દ્રીય કેબિનેટની બેઠકની સાથે સાથે અન્‍ય અનેક પાસાઓ ઉપર પણ વિચારણા થશે. કેબિનેટની બેઠકની સાથે સાથેની બાબતો નીચે મુજબ છે.
- કેન્‍દ્રીય કેબિનેટની અતિમહત્‍વપૂર્ણ બેઠક મળશે
- કેન્‍દ્રિય કર્મચારીઓના ડીએને ૧૦ ટકા વધારીને ૧૦૦ ટકા કરવામાં આવે તેવી શક્‍યતા
- હાલમાં કર્મચારીઓને ૯૦ ટકા ડીએ મળે છે
- ડીએ એટલે કે મોંધવારી ભથ્‍થુ ૧૦૦ ટકા થતાની સાથે જ ૫૦ ટકા હિસ્‍સો કર્મચારીઓના મૂળભૂત પગાર એટલે કે બેઝિક પગાર સાથે જોડાઈ જશે
- - છઠ્ઠા વેતન પંચની ભલામણના આધાર પર આ નિર્ણય કરવામાં આવનાર છે
- ડીએમાં ૧૦ ટકાના વધારાને જાન્‍યુઆરીથી અમલી બનાવવામાં આવે તેવી શક્‍યતા
- દેશમાં કેન્‍દ્રીય કર્મચારીઓની સંખ્‍યા ૫૦ લાખ છે
- દેશમાં પેન્‍શનરોની સંખ્‍યા ૩૦ લાખથી વધુ છે
- કેન્‍દ્ર સરકારે હાલમાં જ સાતમા વેતન પંચની રચનાને લીલીઝંડી આપી હતી
- કેબિનેટની બેઠકમાં નિવળત્તિ વય મર્યાદા ૬૦થી વધારીને ૬૨ વર્ષ કરવામાં આવે તેવી પણ શક્‍યતા
- કેન્‍દ્રીય કેબિનેટની બેઠકમાં તમામ ટોચના નેતાઓ ઉપસ્‍થિત રહેશે
- સતત બીજી વખત ડીએમાં બે આંકડામાં વધારો કરાશે
- ગયા વર્ષે સપ્‍ટેમ્‍બર મહિનામાં ડીએમાં ૧૦ ટકાનો વધારો કરીને ૯૦ ટકા કરાતા અને ૧લી જુલાઈ ૨૦૧૩થી અમલી બનાવવાનો નિર્ણય કરાયો હતો.