કુલ પાંચ તબક્કે મતદાનના એંધાણઃ ૧૬ એપ્રિલે પ્રથમ તબક્કોઃ ૧૬મી મેના રોજ મત ગણતરી ?
૧૬ એપ્રિલથી ૧૩મી મે સુધીમાં મતદાન કરાવવા ચૂંટણીપંચની તૈયારીઃ ટુંક સમયમાં તારીખોનું એલાન : ચૂંટણીની તારીખોનું એલાન થતા જ આચારસંહિતા અમલી બનશેઃ કુલ ૮૧ કરોડ મતદારો
નવી દિલ્હી તા.ર૮ : લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે દેશનું ચૂંટણી પંચ સજ્જ થયુ છે. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે. જાણવા મળતી વિગત અનુસાર લોકસભાની ચૂંટણી કુલ પાંચ તબક્કે યોજવામાં આવશે અને તે એપ્રિલના મધ્યથી શરૂ થઇને મેના બીજા સપ્તાહ સુધી ચાલશે. ચૂંટણી પંચે તૈયાર કરેલા કાર્યક્રમ મુજબ ૧૬મી મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
વર્તમાન લોકસભાની મુદ્દત ૩૧મી મેના રોજ પુરી થઇ રહી છે અને ૧લી જુન સુધીમાં નવી લોકસભા રચાઇ જવી જોઇએ. આ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે જે કાર્યક્રમ તૈયાર કર્યો છે તે નીચે મુજબ છે.